બાળમૃત્યુ, રાજસ્થાનમાં કોટાની સરકારી હોસ્પિટલમાં બાળ મૃત્યુને પગલે દેશભરમાં વિવાદ સર્જાયો છે, ત્યારે આ જ મુદ્દે હવે ગુજરાત સરકાર સામે પણ આંગળી ચિંધાઇ છે. કેમકે છેલ્લાં એક જ મહિનામાં રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1032 માસૂમોના મોત થયાં છે. શિશુ મૃત્યુના મોતના આંકડાઓ જાહેર થતાં જ રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. પાટનગર ગાંધીનગરમાં સીએમ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય આરોગ્ય વિભાગના ઉચ્ચ અિધકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. એટલું જ નહીં, આ મામલે આરોગ્ય વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો છે.



ઉત્તર પ્રદેશ અને રાજ્સૃથાન શિશુ મૃત્યુના મામલે આખાય દેશમાં વખોડવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આ દશા સર્જવાથી બાળ મૃત્યુના આંકડા બહાર આવ્યાં છે. જેના પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં માસુમ બાળકોના મોતને આગળ ધરીને રાજકારણ ગરમાયુ છે. જેમાં આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જીલ્લામાં 50 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, ઉપરાંત જિલ્લામાં ફક્ત બેજ ગાયનેક ડોક્ટર અને ફક્ત એકજ પીડિયાટ્રિસીયન સેવા આપી રહ્યા છે

ભારતે તેના બાળ મૃત્યુ દર (આઈએમઆર)માં છેલ્લા 11 વર્ષ કરતાં 42% ઘટાડો કર્યો છે – 2006 માં 1000 જીવંત બાળકોમાં 57 બાળકોનું મૃત્યુ થતું હતું, જે 2017 ઘટીને 33 થઈ ગયું છે. પરંતુ આ ઘટાડા છતાં, 2017 માં ભારતનો આઈએમઆર વૈશ્વિક સ્તરે 29.4 કરતા વધારે રહ્યો , જે પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર સેનેગલની સમકક્ષ અને પાકિસ્તાન અને મ્યાનમાર સિવાય મોટા ભાગના દક્ષિણ એશિયાના પડોશીઓ કરતા પણ વધારે છે.

આઇએમઆર માટે 2006 ના એસઆરએસના આંકડાની તુલના કરવામાં આવે ત્યારે , ભારતના મોટા રાજ્યોમાં (એક કરોડથી વધુ વસ્તીવાળા), નવી દિલ્હી અને તમિળનાડુ બંનેએ તેમના શિશુ મૃત્યુ દર 2006માં 37થી ઘટીને 2017માં 16 છે. અન્ય રાજ્યોમાં પણ સમાન ઘટાડો જોવા મળ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીર (56%), હિમાચલ પ્રદેશ (56%) અને પંજાબ (52%) હતા.
source :-
indiaspend
worldbank
unicef
censusindia.gov
economictimes
