Saturday, June 6, 2026

Uncategorized @gu

છપાક ફિલ્મને લઇ નદીમ ખાનનું નામ રાજેશ કર્યું હોવાના ભ્રામક વાયરલ દાવાનું સત્ય….

Written By Prathmesh Khunt
Jan 8, 2020
image

ક્લેમ :-

એસિડ સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત દિપીકા પાદુકોણની ફિલ્મ છાપકમાં એસિડ ફેંકનાર નામ નદીમ ખાનના બદલે રાજેશ રાખવામાં આવ્યું છે. જેને લઇ સોશિયલ મિડિયા પર આ મુદાને લઇ ફિલ્મનો બહિષ્કાર અને ચર્ચા થઇ રહી છે.

 

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મેઘના ગુલઝારની ફિલ્મ ‘છાપક’માં લક્ષ્મી અગ્રવાલ પર એસિડ ફેંકનાર અસલી ગુનેગાર નદીમ ખાનનું નામ રાજેશ રાખવામાં આવ્યું છે. આ દાવો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરવામાં આવ્યો છે. “છપાક” ફિલ્મ માં જે એસિડ ફેંકે છે ,એ પાત્ર નું નામ રાજેશ શર્મા રાખવામાં આવ્યું છે, હકીકત માં એસિડ ફેકવા વાળાનું નામ નદીમખાન છે, હિંદુઓ ક્યાં સુધી આવી બદનામી નો ભોગ બનતા રહીશું આપણે, અને વિદેશો માં પણ લોકો આ ફિલ્મ જોશે તો હિંદુઓ થી નફરત કરતાં થઈ જશે, શુકામ? કારણ કે પાત્ર નું નામ હિન્દૂ રાખવામાં આવ્યું છે.”

 

 

2005 માં, 15 વર્ષીય લક્ષ્મી પર દિલ્હીના ખાન માર્કેટમાં નદીમ ઉર્ફે ગુડ્ડુ નામના વ્યક્તિ દ્વારા એડીસ રેક કરવામાં આવ્યો હતો. નદીમ લક્ષ્મીના મિત્રનો ભાઈ હતો, જેના લગ્ન પ્રસ્તાવને લક્ષ્મીએ નકારી દીધો હતો. 2006 માં લક્ષ્મીએ પીઆઈએલ દાખલ કરી અને એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી. 2016માં, સુપ્રીમ કોર્ટે એસિડના સામાન્ય વેચાણ પર પ્રતિબંધ મૂકતા લક્ષ્મીની તરફેણમાં ચુકાદો આપ્યો. લક્ષ્મી પર એસિડ ફેંકનાર નદીમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.

 

 

 

મેઘના ગુલઝારે લક્ષ્મીની કથા પર ફિલ્મ ‘છાપક’ બનાવી છે. મીડિયાના અનેક અહેવાલો અનુસાર સોશિયલ મિડીયા પર જે નદીમ ખાનનું નામ બદલી રાજેશ રાખવા પર જે વિવાદ સર્જાયો છે તેને લઇ ખુલાસો સામે આવ્યો છે કે ફિલ્મમાં જે રીતે લક્ષ્મીનું નામ માલતી રાખવામાં આવ્યું છે, તેવી જ રીતે નદીમનું નામ બદલીને બશીર ઉર્ફે બબલુ રાખવામાં આવ્યું છે. જ્યારે રાજેશ નામ માલતીના મિત્રનું છે.

 

 

દીપિકા સાથેની આ તસવીરમાં જોવા મળેલ કલાકાર અંકિત બિષ્ટ છે . ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર અંકિત બિષ્ટ આ ફિલ્મમાં રાજેશનું પાત્ર ભજવી રહ્યો છે. ઉપરોક્ત તસવીરમાં દીપિકા અને અંકિત બંનેને જોઈને એ જાણી શકાય છે કે તે બંને સ્કૂલનાં બાળકો બની ગયા છે જ્યારે લક્ષ્મી અગ્રવાલ પર એસિડ ફેંકનાર નદીમ 32 વર્ષનો હતો. એટલે કે, રાજેશ એ ફિલ્મની વ્યક્તિ નથી કે જેમણે માલતી પર એસિડ અટેક કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીમનું નામ ફિલ્મના અંદર બશીર ખાન ઉર્ફે બબલુ રાખવામાં આવ્યું છે.

TOOLS:-

  • Google Search
  • YouTube
  • Twitter
  • Reverse Image Search

પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage