Fact Check
દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
Claim : દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ.
Fact : વાયરલ થયેલ વિડીયો ખરેખર દિલ્હી MCD હાઉસ ભાજપ અને આપના કોર્પોરેટર વચ્ચે થયેલ મારામારીના દર્શ્યો છે.
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ. ફેસબુક પર Gujarat News Network દ્વારા “શુ આ લોકો દેશ ચલાવવા ને લાયક છે? વિધાનસભામાં આપ અને ભાજપ ના નેતાઓ વચ્ચે ઝપાઝપી!! દિલ્હી.” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : રાજકારણ અને રમત-ગમતથી લઈને ધાર્મિક મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર ફેકટચેક
Fact Check / Verification
દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારીની ઘટનાના વાયરલ વીડિયોના કિફ્રેમ્સને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યૂટ્યૂબ પર The Indian Express દ્વારા 24 ફેબ્રુઆરી 2023ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી અનુસાર, દિલ્હી MCD હાઉસ ખાતે BJP અને AAP કાઉન્સિલરો વચ્ચે છ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીને ચૂંટવા માટે મતોની પુન:ગણતરી મુદ્દે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દર્શ્યો પણ સર્જાયા હતા.
આ અંગે વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન livemint અને economictimes દ્વારા 25 ફેબ્રુઆરીના પ્રકાશિત કરેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, નવી દિલ્હીમાં MCD સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણી માટે મત ગણતરી દરમિયાન ભાજપના કાઉન્સિલરો દિલ્હી MCD હાઉસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા જે બાદ આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ હતી.

દિલ્હી ભાજપના નેતા હરીશ ખુરાનાએ AAP પર હિંસા અને નિયમોનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ કહ્યું કે “ચૂંટણી અધિકારીઓ ચૂંટણી જાહેર કરે છે અને કહે છે કે મેયર દ્વારા અમાન્ય જાહેર કરાયેલા મતો હવે માન્ય છે. AAP અને BJPના ત્રણ-ત્રણ ઉમેદવારો જીત્યા છે. પરંતુ AAP કેજરીવાલની સૂચના મુજબ અહીં ગુંડાગીરી કરે છે. અમે આ ગુંડાગીરી સહન કરીશું નહીં અને કોર્ટમાં જઈશું”
Conclusion
દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર દિલ્હી MCD હાઉસ ભાજપ અને આપના કોર્પોરેટર વચ્ચે થયેલ મારામારીના દર્શ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટના દિલ્હી વિધાનસભાની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
YouTube Video Of The Indian Express, on Feb 24, 2023
Media Report Of livemint, on Feb 25, 2023
Media Report Of economictimes, on Feb 25, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044