Fact Check
WeeklyWrap : રાજકારણ અને રમત-ગમતથી લઈને ધાર્મિક મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગ બીજી તરફ ચાઈનામાં આકાશ માંથી કીડાનો વરસાદ થયો તો રાજકારણની ગલીઓમાં યોગી આદિત્યનાથે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી હોવાના ભ્રામક દાવા અંગે ન્યૂઝચેકર દ્વારા પ્રકાશિત કહેવામાં આવેલ TOP 5 ફેકટચેક

એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગનું સત્ય
સોશ્યલ મીડિયા પર દૈનિક જાગરણ ન્યુઝ પેપરની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પેપેરના પહેલા પાના પર લખવામાં આવ્યું છે કે “એક મહોલ્લા એક બકરી” સાથે જ લખવામાં આવ્યું છે કે “આ વર્ષે બની શકે તો એક મહોલ્લા વચ્ચે એક બકરીની કુરબાની આપવી જેથી કહું ખચ્ચર ઓછું થશે અને પાણીનો બગાડ પણ અટકશે” ન્યૂઝચેકરને આ લખાણ ભ્રામક હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ચાઈનામાં આકાશ માંથી કીડાનો વરસાદ થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોનું સત્ય
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રસ્તા પર પાર્ક કરાયેલ ગાડીઓ પર એક પ્રકારના કીડાઓ જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ચાઈના બેઇજિંગમાં બની હતી જ્યાં આકાશ માંથી કીડાનો વરસાદ થયો. ફેસબુક પર Zee24કલાક દ્વારા “આકાશમાં વરસ્યા કીડા, જાણો ચીનમાં આવું થવા પાછળ શું છે કારણ?” ટાઇટલ સાથે એક અહેવાલ પકાશિત કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

કિંજલ દવેએ સગાઇ તૂટ્યા બાદ પવન જોશીને ફોન કર્યો હોવાના ભ્રામક દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
થોડા દિવસો અગાઉ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઇ તૂટવાના સમાચાર વહેતા થયા હતા, આ અંગે સોશ્યલ મીડિયા અને ન્યુઝ ચેનલો પર પણ ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે. આ ક્રમમાં કિંજલ દવે અને RJ દેવકીના એક ઇન્ટરવ્યૂનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “કિંજલ દવેએ સગાઇ તૂટ્યા બાદ પવન જોશીને ફોન કર્યો”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

વુમન્સ પ્રીમિયર લીગ માંથી બે પુરૂષ કોમેન્ટેટરોને બહાર કરવામાં આવ્યા હોવાના દાવાનું સત્ય
આ મહિનાની શરૂઆતમાં વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆત થી ચૂકી છે. જો કે, સોશિયલ મીડિયા પર ટૂર્નામેન્ટની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, લૈંગિક ટિપ્પણીને કારણે WPLમાંથી બે પુરૂષ કોમેન્ટેટર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો દાવો શેર થઈ રહ્યો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

યોગી આદિત્યનાથે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી હોવાના વાયરલ વિડીયોનું સત્ય
યુપીના સીએમ યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે એક શહીદ કોન્સ્ટેબલની ચિતાની રાખ પોતાના કપાળ પર લગાવી છે. લગભગ 30 સેકન્ડના આ વીડિયોમાં યોગી આદિત્યનાથ જમીન પર પડેલી રાખને કપાળ પર લગાવતા જોવા મળે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044