Fact Check
બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
ભોજપુરીથી લઈને બોલિવૂડ સુધીની ડઝનેક ફિલ્મો અને અન્ય કાર્યક્રમો દ્વારા પોતાની ઓળખ બનાવી ચૂકેલા અભિનેતા બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા હોવાના દાવા સાથે એક તસ્વીર વાયરલ થયેલ છે. ઉલ્લેખનીય છે કે રવિ કિશન 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગોરખપુર સીટથી લગભગ 3 લાખ મતોના માર્જિનથી જીત્યા અને ત્યારથી તે ગોરખપુર અને આસપાસની સીટો પર ખૂબ જ સક્રિય રાજનીતિ કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વોટસએપ પર “ભાજપનો સાંસદ રવીકિશન ઉપરની કમાણી માટે ભાજપના સીએમ મામા ખંશની પોલ ખોલી રહ્યો છે યશસ્વી મોદીજી નાં નેતૃત્વમાં.. ન્યુ ઈન્ડિયા” ટાઇટલ સાથે રવિ કિશનના એક હોર્ડિંગની તસ્વીર શેર કરવામાં આવી છે. તસ્વીરમાં તેઓ એક વીજળી જવાની સમસ્યા પર વાત કરી રહ્યા છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક ભ્રામક દાવા સાથે રવિ કિશનનું હોર્ડિંગ શેર કરવામાં આવેલ છે.


આ વખતે ઉનાળાની શરૂઆતથી જ યુપી સહિત અનેક રાજ્યોમાં વીજ કાપના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર શેર કરીને દાવો કરી રહ્યા છે કે બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા છે.
Fact Check / Verification
બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા હોવાના દાવા સાથે યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર અંગે રિવર્સ ઇમેજ સર્ચ કરતા ભોપાલ સમાચાર દ્વારા 14 મે, 2019ના રોજ પ્રકાશિત થયેલા એક લેખમાં જણાવવામાં આવેલ માહિતી જોવા મળે છે. જે મુજબ, આ હોર્ડિંગ ઈન્દોરની હોલકર કોલેજ પાસે લગાવવામાં આવ્યું હતું.

ન્યૂઝચેકર દ્વારા વાયરલ તસ્વીર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનનો સંપર્ક કર્યો હતો. રવિ કિશને વાયરલ તસ્વીર અંગે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2014 – 2015માં હોટસ્ટાર માટે તેઓએ આ કોમર્શિયલ એડ શૂટ કરી હતી. જો કે, હાલ તેમની પાસે આ જાહેરાતના ઉપયોગ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. ઉપરાંત, તેઓએ જણાવ્યુ કે તેમણે સાંસદ રહીને આ જાહેરાત કરી નથી અને હાલમાં તેમની જાહેરાત અંગે Hotstar કંપની સાથે કોઈ કરાર થયેલો નથી.
Conclusion
બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા હોવાના દાવા વાયરલ થયેલ તસ્વીર ખરેખર 2019માં શૂટ કરવામાં આવેલ એડ છે. હાલમાં આ પ્રકારે રવિકિશનના કોઈપણ હોર્ડિંગ લગાવવામાં આવ્યા નથી. વાયરલ ભ્રામક માહિતી અંગે સાંસદ રવિ કિશન દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result : False Context/Missing Context
Our Sourcr
Newschecker’s telephonic conversation with BJP MP Ravi Kishan On 24 May, 2022
Facebook posts (1,2) shared on 13 May, 2019
Article published by Bhopal Samachar on 14 May, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044