Fact Check
પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગ 28 કરોડમાં ખરીદવામાં આવી હોવાના દાવાનું સત્ય
સોશ્યલ મીડિયા પર પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગને લઈને ચર્ચાઓ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ પેઇન્ટિંગની કિંમત 28 કરોડ છે, જેને એ.કે.એન્ટોની દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સરકારી પૈસાથી ખરીદવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને કટાક્ષ ભર્યા લખાણ સાથે શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : જવાહરલાલ નેહરુ અને અન્ય કેબિનેટ મિનિસ્ટર ઈફ્તાર પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય
Fact Check / Verification
પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગને લઈને વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા indiatoday દ્વારા ડિસેમ્બર 2012ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ એર ઈન્ડિયાએ એલિઝાબેથ એન્ટોની દ્વારા બનવવામાં આવેલ બે લેન્ડસ્કેપ્સ પેઇન્ટિંગ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 માટે ખરીદ્યા હતા.

આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે પેઇન્ટિંગ 28 કરોડમાં ખરીદવામાં આવી હોવાનો દાવો 2012થી સોશ્યલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. જે અંગે એલિઝાબેથ એન્ટોની દ્વારા પોતાના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ મારફતે ઓગષ્ટ 2016ના તિરુવનંતપુરમ એરપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ RTI શેર કરવામાં આવેલ છે. જે મુજબ એરપોર્ટ દ્વારા ખરીદવામાં આવેલ પેઇન્ટિંગની કિંમત રૂ1.25 લાખ છે.
અહીંયા પોસ્ટ સાથે એલિઝાબેથ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે, “2012 થી કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપ અને વ્યક્તિઓ સતત એવી અફવા ફેલાવી રહ્યા છે કે મેં મારી બે પેઇન્ટિંગ્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને રૂ.28કરોડની જંગી રકમમાં વેચી છે. આ અફવાનો પ્રારંભિક સ્ત્રોત જૂન 2012માં ‘ઈન્ડિયા ટુડે’ દ્વારા પ્રકાશિત એક અહેવાલ હતો. અમારા એક સહયોગીએ આ બાબતે આરટીઆઈ દાખલ કરી હતી અને વેચાયેલી પેઇન્ટિંગ્સની સંખ્યા વિશે ખૂબ જ સ્પષ્ટ જવાબ મળ્યો હતો, જેમાં દરેક પેઇન્ટિંગની કિંમત રૂ1.25 લાખ છે. સાથે જ ખરીદીની તારીખો અને બેંકિંગ વ્યવહારની વિગતો પણ સ્પષ્ટ કરવામાં આવેલ છે.”
એલિઝાબેથના ફેસબુક એકાઉન્ટ પર 2012માં પણ પેઇન્ટિંગના વેચાણને લઈને ચાલી રહેલા વિવાદ અંગે એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. એલિઝાબેથ દ્વારા જણાવવામાં આવ્યું કે, સમાચારો અને સોશિયલ મીડિયામાં ફરતા વિવાદાસ્પદ પેઇન્ટિંગને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને વેચવામાં આવ્યા હતા, AAI દ્વારા કુલ રૂ2.5 લાખમાં 4 પેઇન્ટિંગ્સ ખરીદવામાં આવ્યા હતા.
Conclusion
પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગને સરકાર દ્વારા 28 કરોડમાં ખરીદવામાં આવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશિયલ મીડિયામાં ફરતા વિવાદાસ્પદ પેઇન્ટિંગને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કુલ 2.5 લાખમાં ખરીદવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યાં છે.
Result : False
Our Source
Media Report Of indiatoday, DEC 03, 2011
Facebook Post Of Elizabeth Antony, AUG 15, 2016
Facebook Post Of Elizabeth Antony, JUN 19, 2012
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044