Fact Check
દિલ્હી અક્ષર મંદિરની તસ્વીર અયોધ્યામાં બનવા જઈ રહેલ રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશ્યલ મીડિયા પર એક મંદિરની તસ્વીર વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે, અયોધ્યામાં આવું બનશે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર. ફેસબુક પર મેં મહિનાથી આ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે. “ऐसा बनेगा अयोध्या में प्रभु श्री राम जी का भव्य मंदिर देखते हैं कितने भारतीय खुश हैं..जो नही भी खुश है..,उन्हें जय श्रीराम” કેપશન સાથે મંદિરની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા, દિલ્હી સ્થિત અક્ષર મંદિરની તસ્વીર જોવા મળે છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા દિલ્હી બનવવા આવેલ ભવ્ય મંદિર તેની વેબસાઈટ પર જોઈ શકાય છે. જયારે વાયરલ પોસ્ટમાં આ મંદિર અયોધ્યા ખાતે બનવા જઈ રહ્યું હોવાનો ભ્રામક દાવાઓ વાયરલ થયેલ જોવા મળે છે.

વાયરલ તસ્વીર અને અયોધ્યામાં બનવા જઈ રહેલ રામ મંદિરની તસ્વીર સરખાવતા જાણવા મળે છે, વાયરલ તસ્વીર એક ભ્રામક દાવો છે. દિલ્હી અક્ષર મંદિરની તસ્વીર અયોધ્યામાં બનવા જઈ રહેલ રામ મંદિર આ પ્રકારે હોવાના ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Conclusion
વાયરલ દાવાઓ પર મળતા પરિણામ સાબિત કરે છે, વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ મંદિર દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષર મંદિર છે. સોશ્યલ મીડિયા પર આ તસ્વીર અયોધ્યામાં બનવા જઈ રહેલ રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે. જયારે રામ મંદિરની તસ્વીર વિશે જાણકારી મળતા વાયરલ પોસ્ટ એક ફેક ન્યુઝ સાબિત થાય છે.
Result:- False Connection
Our Source
Akshardham Temple Delhi : https://www.easemytrip.com/blog/akshardham-temple-delhi-information
financialexpress : https://www.financialexpress.com/hindi/photos/business-gallery/shri-ram-janmbhoomi-mandir-proposed-model-images-ram-mandir-model-ayodhya-pm-modi-ram-mandir-bhoomi-pujan-5-august/2044475/7/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)