Fact Check
WeeklyWrap : PM મોદીની ડિગ્રી ઉપર ઉઠતા સવાલોથી લઈને નહેરુ દ્વારા આપવામાં આવેલ ઈફ્તાર પાર્ટી સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય
WeeklyWrap : પીએમ મોદીની ડિગ્રી પર હસ્તાક્ષર કરનાર વાઇસ ચાન્સેલરનું નિધન 1981માં થયું જયારે ડિગ્રી 1983માં એનાયત કરવામાં આવી હતી, બીજી તરફ પીએમ મોદીનો જૂનો વિડીયો વાયરલ થયો જેમાં તેઓ ખુદ સ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જણાવી રહ્યા છે. તો ધાર્મિક ભાવના ભડકવાતાં RSSએ મુસ્લિમ છોકરીઓને લલચાવવા અંગે પત્ર જાહેર કર્યો હોવાના ભ્રામક દાવા પણ શેર કરવામાં આવ્યા હતા. અહીંયા જુઓ TOP 5 ફેકટચેક

વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોનું સત્ય
વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે અફવાઓ ફેલાય રહી છે. જે ક્રમમાં ફેસબુક પર પીએમ મોદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોતાના અભ્યાસ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબમાં જણાવે છે કે તેઓ સ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે. આ વીડિયોના આધારે સોશ્યલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પીએમ મોદીની કોલેજ ડિગ્રી નકલી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગ 28 કરોડમાં ખરીદવામાં આવી હોવાના દાવાનું સત્ય
સોશ્યલ મીડિયા પર પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીના પત્ની દ્વારા બનવવામાં આવેલ પેઇન્ટિંગને લઈને ચર્ચાઓ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ પેઇન્ટિંગની કિંમત 28 કરોડ છે, જેને એ.કે.એન્ટોની દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સરકારી પૈસાથી ખરીદવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને કટાક્ષ ભર્યા લખાણ સાથે શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

જવાહરલાલ નેહરુ અને અન્ય કેબિનેટ મિનિસ્ટર ઈફ્તાર પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં ડાઇનિંગ ટેબલ પર જવાહરલાલ નેહરુ અને અન્ય નેતાઓ સાથે જોવા મળે છે. ફેસબુક યુઝર્સ વાયરલ તસ્વીર સાથે દાવો કરી રહ્યા છે કે “1947માં જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટ સહયોગી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હતી“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

પીએમ મોદીની ડિગ્રી પર હસ્તાક્ષર કરનાર વાઇસ ચાન્સેલરનું નિધન 1981માં થયું હોવાના ભ્રામક દાવાનું સત્ય
પીએમ મોદીની ડિગ્રીને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2016માં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તાજેતરમાં, તેમણે ફરીથી વડા પ્રધાનની ડિગ્રી નકલી હોવાની શંકા વ્યક્ત કરી છે. 2016માં થયેલા હંગામા બાદ તત્કાલિન બીજેપી અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીના નામવાળી દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીની એમ બે ડિગ્રીની નકલ લોકો સમક્ષ રજૂ કરી હતી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

RSSએ મુસ્લિમ છોકરીઓને લલચાવવા અંગે પત્ર જાહેર કર્યો હોવાના દાવાનું સત્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ટાંકીને એક ચોંકાવનારો પત્ર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પત્ર અનુસાર આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ યુવકોને અપીલ કરી છે કે તેઓ મુસ્લિમ યુવતીઓને પોતાના પ્રેમમાં ફસાવે, તેમની સાથે શારીરિક સંબંધ બાંધે અને તેમના લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવે. પત્રમાં 12 અલગ-અલગ પોઈન્ટ્સની મદદથી મુસ્લિમ યુવતીને ફસાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. પત્રમાં હિન્દુ છોકરાઓને આર્થિક મદદ કરવાની પણ વાત કરવામાં આવી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044