Fact Check
WeeklyWrap : કર્ણાટક ચૂંટણીથી લઈને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા સુધી ફેલાયેલ અફવાઓ
WeeklyWrap : કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. તો બીજી તરફ શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ. જયારે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ થઈ હતી.

ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો કર્ણાટકનો નથી, અહીં વાંચો સત્ય
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. વીડિયો શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે કર્ણાટકનો છે. ફેસબુક પર યુઝર્સ “કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા” હોવાના લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?
સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે શિરડી સાંઈ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવાની ના પાડવામાં આવી હતી જયારે હજ કમિટીને 35 કરોડનું દાન આપી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ખરેખર વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે પુલવામા હુમલો ભાજપનું કાવતરું હતું?
વિંગ કમાન્ડર અભિનંદને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. અભિનંદને કહ્યું છે કે પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય અથવા કાવતરું હતું. આ દાવો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં યુઝર્સ એક ન્યુઝ પેપર કટીંગને શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044